CVC કેપિટલે IPL માં અમદાવાદની ટીમ ખરીદી છે
IPL 2022
માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે. રિપોર્ટ્સ મુજબ
હાર્દિક પંડયા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને સાત કરોડ મળશે.
હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. અને ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના
પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી
કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડયા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં
અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.
CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી
IPL માં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ
રૂપિયામાં ખરીદી હતી. એવામાં હવે આ ટીમ
સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCL એ કમિટી બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ
ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જોકે BCCL આ અંગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.
બોલિંગ કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે પંડયા
હાર્દિક પંડયા 2019 માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન-ડે બાદ ફિટનેસ માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે કમરની સર્જરી પણ કરાવી. તેમ છતાં બોલિંગમાં ફિટનેશ મેળવી શક્યો નથી. IPL ની ગત સીઝનમાં તેણે બોલિંગ કરી નથી. T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં તેણે બોલિંગ કરી નહોતી. આ કારણે પંડયાએ ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવવું પડયું હતું. મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને રિટેન કર્યો ન હતો.
IPL 2022ના ઓક્શનમાં 10 ટીમ સામેલ
IPL ની 15મી સીઝનમાં 10 ટીમ સામેલ થશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની
ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલાં
ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી, CVC કેપિટલ્સે 5625 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી
છે.
0 Comments