શ્રેયસ અય્યર મેગા હરાજીમાં સૌથી વધુ ડિમાન્ડમાં રહેશે. આઈપીએલની 3 ટીમોને કેપ્ટનની જરૂર છે. તેઓ અય્યરને ટીમ સાથે જોડવા મોટી બોલી લગાવી શકે છે. બેંગલુરુ, કેકેઆર અને પંજાબને કેપ્ટનની જરૂર છે. જ્યારે અય્યરે પોતાની કેપ્ટન્સીમાં દિલ્હીને 2020ની ફાઈનલમાં સ્થાન અપાવ્યું હતું.
હરાજી માટે નામ રજીસ્ટર કરાવવા બોડે 20 તારીખ સુધી સમય લંબાવ્યો છે. રુટ, સ્ટોક્સ, કમિન્સ જેવા વિદેશી ખેલાડીઓ બાયો બબલના કારણે આઈપીએલથી દૂર રહી શકે છે.
હાર્દિક-રાશિદને 15-15 કરોડ આપશે અમદાવાદની ટીમ રિપોર્ટ્સ અનુસાર, સીવીસી કેપિટલસની માલિકીવાળી અમદાવાદની ટીમ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડમાં પોતાની સાથે જોડી શકે છે. હાર્દિક ટીમનો કેપ્ટન બની શકે છે. શુભમન ગિલને પણ અમદાવાદની ટીમ સાથે 7 કરોડની કિંમતે જોડવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામા આવી છે.
0 Comments