Ticker

6/recent/ticker-posts

Big Bazaarનું નામ હવે બદલાઈ જશે, ફ્યુચર ગ્રુપના લોકેશન પર રિલાયન્સ ના નવા નામથી સ્ટોર શરૂ કરશે


અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા સપ્તાહથી જ બિગ બઝારને તેના હાથમાં લેવાની શરૂઆથ કરી દીધી છે. હવે કંપનીએ ફ્યુચર ગ્રુપની આ બ્રાન્ડનું નામ બદલવાની તૈયારી પણ કરી લીધી છે. આ માટે રિલાયન્સ રિટેલે એક નવી યોજના બનાવી છે.

950 જગ્યાએ ખુલશે Smart Bazaar રિલાયન્સ રિટેલનું પ્લાનિંગ 950 જગ્યાઓ પર તેમના પોતાના સ્ટોર ખોલવાનું છે. આ દરેક લોકેશન કંપનીએ ફ્યુચર ગ્રુપથી પોતાના નિયંત્રણમાં લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમાંથી અંદાજે 100 લોકેશન પર કંપની આ મહિને જ સ્માર્ટ બાઝાર નામથી સ્ટોર ખોલશે. જોકે આ વિશે હજી રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપ તરફથી હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

1700 કરોડના દેવામાં કંપની રિલાયન્સ આ એસેટ્સને ફ્યુચર ગ્રુપને સોંપી રહ્યું છે. આ એસેટ્સ હવે 17 હજાર કરોડના દેવાના પેમેન્ટ માટે બેન્કોને આપવામાં આવશે. આવું એટલે થયું કારણકે ફ્યુચર ગ્રુપે નાદારી નોંધાવી. રિલાયન્સ છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી બિગ બાઝાર, ઈઝી ડે, હેરિટેજ અને FBB સ્ટોર્સના સ્ટોક માટે પેમેન્ટ કરી રહી છે. કુલ 950 આઉટલેટ્સ હવે એવા છે જે બંધ થઈ ગયા છે અને હાલ રિલાયન્સના કબજામાં છે. આ રીતે Big Bazzarનું ટેક ઓવર કરાયું ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે 24,713 કરોડનો એક વર્ષ પહેલાં સોદો થયો હતો. પરંતુ એમેઝોનના કેસના કારણે આ સોદો પૂરો નહતો થયો.


Post a Comment

0 Comments