બોક્સ ઓફિસ પર 'ગંગુબાઈ
કાઠિયાવાડી' બમ્પર કમાણી કરી રહી છે. મહારાષ્ટ્રના 14 શહેર તથા
જિલ્લાના થિયેટર 100 ટકા ઓક્યુપન્સી સાથે ઓપરેટ કરવાની પરવનગી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે
આ મહિને અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' (18 માર્ચ) આવશે. પ્રોડ્યૂસર તથા ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ ગિરીશ જૌહરે
કહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરશે.
છેલ્લાં કેટલાંક વર્ષો આ વાત સાબિત કરે
છે. ઇન્ડસ્ટ્રીને પણ અક્કીની ફિલ્મ અંગે ઘણી જ આશા છે. ઘણાં મહિનાઓ બાદ થિયેટર 100 ટકા ઓક્યુપન્સી
સાથે ખુલ્યા છે. આ ફિલ્મ પહેલાં જ દિવસથી કમાણી કરશે.બોલિવૂડના સારા
દિવસો શરૂ ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડેએ કહ્યું હતું કે બોલિવૂડના અચ્છે દિન શરૂ
થઈ ગયા છે. 'ગંગુબાઈ..' બાદ ઇન્ડસ્ટ્રીની આશા વધી ગઈ છે. અક્કીની ફિલ્મ પહેલાં જ દિવસે 20 કરોડની કમાણી
કરશે. તે પહેલાં અઠવાડિયે 100-150
કરોડની કમાણી કરી શકે છે.
0 Comments