Ticker

6/recent/ticker-posts

10 ગ્રામ સોનાનો ભાવ 55 હજાર, કિલો ચાંદીના 67 હજાર થયા, માર્ચના અંત સુધીમાં સોનું 56 હજારે પહોંચવાની શક્યતા

  • રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સોના-ચાંદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહના પહેલા જ દિવસે એટલે કે સોમવારે 10 ગ્રામ સોનાનો ભાવ ફરી એકવાર 53,500ની ક્રોસ થઈ ગયો છે. સવારે 11 વાગે વાયદાબજાર MCXમાં સોનાનો ભાવ 53,612 રૂપિયા હતો, જ્યારે ઝવેરીબજારની વાત કરીએ તો ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વલર્સ એસોસિયેશનની વેબસાઈટ પ્રમાણે સોનું 1,450 રૂપિયા મોંઘું થઈને 10 ગ્રામ સોનાનો ભાવ 53,234 થઈ ગયો હતો. આજે ગુજરાતના ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 55 હજારે પહોંચવા આવ્યો છે, જ્યારે કિલો ચાંદીની કિંમત 67 હજાર છે.
  • ચાંદી 70 હજારને પાર MCX પર સાડા 11 વાગે ચાંદીનો ભાવ 70,690ના ભાવે ટ્રેડ કરતો હતો. ઝવેરીબજારની વાત કરીએ તો આજે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ. 69,920 થઈ ગયો હતો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં ચાંદીનો ભાવ 80 હજાર સુધી પણ પહોંચી શકે છે.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,982 ડોલરને પાર આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું 1,982.57 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે, જ્યારે ચાંદીની વાત કરીએ તો એ 26 ડોલર પ્રતિ ઔંસની નજીક પહોંચી ગયો છે.

Post a Comment

0 Comments