ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ
મેચનો આજે શનિવારે બીજો દિવસ છે. ટીમ ઈન્ડિયાએ 129.2 ઓવરમાં 8 વિકેટના નુકસાને 574 રનનો સ્કોર કરી દાવ ડિક્લેર કરી દીધો છે. જેના જવાબમાં શ્રીલંકાનો
સ્કોરએકપણ વિકેટ ગુમાવ્યા વિના 45+ રનનો છે. અત્યારે દિમુથ કરુણારત્ન અને લાહિરૂ થિરિમાને બેટિંગ કરી
રહ્યા છે. આ ઈનિંગમાં રવીન્દ્ર જાડેજા 175* અને શમી 20* રન કરી નોટઆઉટ રહ્યો છે. બંનેએ 9મી વિકેટ માટે 94 બોલ પર 103 રનની પાર્ટનરશિપ જોડી હતી.
સર જાડેજાની તોફાની બેટિંગ રવિન્દ્ર
જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 228 બોલમાં અણનમ 175 રન કર્યા છે. આની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ
પ્રદર્શન છે. એટલું જ નહીં આ મેચમાં જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર સિક્સર
ફટકારીને 150 રનનો આંકડો પૂરો કર્યો હતો.
0 Comments