Ticker

6/recent/ticker-posts

અનુષ્કા શર્મા ની ઈમોશનલ પોસ્ટ: પતિ કેપ્ટનશિપ છોડયા બાદ ઍક્ટ્રેસ ભાવુક થય.

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ અચાનક જ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું હતું. વિરાટના આ નિર્ણયથી ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા હતા વિરાટના આ નિર્ણય બાદ હવે અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટ શેર કરી છે.

અનુષ્કાએ શું કહ્યું?

અનુષ્કાએ સોશિયલ મીડિયામાં વિરાટની બે તસવીરો  શૅર કરી છે, એકમાં વિરાટ હસતો જોવા મળે છે અને બીજી તસવીરમાં અનુષ્કા પતિને કિસ કરતી હોય છે. આ સાથે જ અનુષ્કાએ કહ્યું હતું, 'મને વર્ષ 2014નો તે દિવસ યાદ છે, જ્યારે તે મને કહ્યું હતું કે તું ઇન્ડિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન બની ગયો છે, કારણ કે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર્ડ થયો છે. બીજા દિવસે હું, તું અને ધોની મળ્યા હતા અને વાતો કરી હતી. ધોનીએ તને કહ્યું હતું કે હવે જોજે તારી દાઢી કેટલી જલ્દીથી ગ્રે થઈ જાય છે. આપણે આ વાત પર બહુ જ હસ્યા હતા. તે દિવસ પછી મેં તારી ગ્રે દાઢી ઉપરાંત ઘણું બધું જોયું હતું. મેં ગ્રોથ જોયો, વિકાસ જોયો...તારી અંદર અને તારી આસપાસ પણ. હા, મને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તારો ગ્રોથ તથા અચીવમેન્ટ્સ પર નાઝ છે, પરંતુ એનાથી પણ વધારે મને તારી અંદરના ગ્રોથ પર નાઝ છે.


વધુમાં અનુષ્કાએ કહ્યું હતું
, 'વર્ષ 2014માં તું એકદમ યુવાન હતો, તું જીવનમાં સારા ઈરાદા, હકારાત્મકતા તથા લક્ષ્યને લઈને ચાલતો હતો. આ બધાની સાથે અનેક પડકારો હોય છે. બહુ બધા પડકારોનો તે સામનો કર્યો. તે માત્ર ફિલ્ડમાં જ નહોતા, પરંતુ તેની બહાર પણ હતા, પણ કદાચ આ જ જીવન છે. નહીં? મને તારી પર વિશ્વાસ છે કે તું તારા સારા ઈરાદઓ આગળ કોઈ પણ મુશ્કેલીને ટકવા નહીં દે. તે ઉદાહરણ સેટ કર્યું અને એક એક જીત માટે બધું જ દાવ પર લગાવી દીધું. પોતાની પૂરી એનર્જી લગાવી અને હાર બાદ પણ તારી બાજુમાં બેસીને મેં તારા આંસુઓ જોયા છે. તારા મનમાં અફસોસ હતો કે ક્યાં ભૂલ રહી ગઈ અને કેવી રીતે આને સારું કરી શકાય. દરેક વ્યક્તિ આ વાતને સમજી શકશે નહીં. મેં પહેલાં પણ કહ્યું હતું કે જે લોકો તને સારી રીતે સમજી જશે તે લોકો ધન્ય છે. તું પર્ફેક્ટ નથી અને તારી અંદર પણ ઊણપ છે, પરંતુ તે ક્યારેય આને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. તે હંમેશાં જે સાચું લાગ્યું તેનો સાથ આપ્યો. તે હંમેશાં અઘરા માર્ગને પસંદ કર્યો. તે ક્યારેય કોઈ વાત માટે ભીખ માગી નથી. આ પોઝિશન માટે પણ નહીં.

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામા પછી કહ્યું...


ધોનીએ મારા પર વિશ્વાસ રાખ્યો હતો કોહલીએ પોસ્ટમાં લખ્યું હતું, 'હું રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ ગ્રુપનો આભાર માનવા માગુ છું. તે ઈન્ડિયન ટેસ્ટ ટીમના એન્જિન સમાન રહ્યા છે, જેમની સહાયથી અમે ઘણી સિરીઝ જીતવામાં સફળ રહ્યા.' આની સાથે કોહલીએ ફેન્સને ધન્યવાદ કહેતા કહ્યું, 'તમે પણ મારા વિઝનમાં મારો સાથ આપ્યો છે. તમારા સપોર્ટ અને પ્રેમથી જ અમે ઉત્સાહપૂર્વક ગેમ રમી શક્યા છીએ. અંતમાં હું મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માનવા માગું છું. તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો અને મને ઈન્ડિયન ટીમની કમાન સોંપી હતી. ધોનીને આશા હતી કે હું ઈન્ડિયન ટીમને નવી ઉંચાઈઓ સર કરવામાં સહાય કરી શકીશ.


Post a Comment

0 Comments