શુક્રવારે કેપટાઉન ટેસ્ટ પૂર્ણ થયા બાદ
સાંજના સમયે વિરાટ કોહલી ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં
કોચ રાહુલ દ્રવિડ સાથે લાંબી
ચર્ચા કરતો જોવા મળ્યો. આ વાત ડ્રેસિંગ રૂમમાં નહોતી થઈ શક્તી કારણ કે, ત્યાં ટીમ અને સ્ટાફના અન્ય લોકો હતા. લગભગ 1 કલાક બાદ ટીમ હોટલ રવાના થઈ. જ્યાં અમુક કલાક બાદ કોહલીએ
સાથી ખેલાડીઓને જાણ કરી કે, તે ટેસ્ટમાંથી પણ કેપ્ટન્સી છોડી રહ્યો છે.
તે પછી કોહલીએ તમામને અપીલ કરી કે, તેઓ હાલ આ
માહિતી ક્યાંય જાહેર ન કરે.ટીમના સાથીઓને જાણ કર્યાના બીજા દિવસે શનિવારે બપોરે 3 કલાકે કોહલીએ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને ફોન કરી પોતાનો નિર્ણય જણાવ્યો હતો. આ સમયે તેણે ગત વખતની જેમ કોઈ પ્રેસ કોન્ફરન્સ ન કરી.તેણે ડાયરેક્ટ બોર્ડ
સેક્રેટરી જય શાહને પોતાનો નિર્ણય
જણાવ્યો. કોહલીનો આ નિર્ણય તેમની માટે પણ
ચોંકાવનારો હતો, જોકે
તેમણે કોહલીને આ અંગે
પુનઃવિચાર કરવાની અપીલ કરી નહોતી. સૂત્રોએ જણાવ્યું કે, શાહના
મતે કોહલીએ ટેસ્ટ કેપ્ટન્સી છોડવાનો
નિર્ણય કરી જ લીધો છે, એવામાં
તેને વિનંતી કરવાથી
કોઈ ફેર પડવાનો નહોતો. કોહલીએ
કેપ્ટન્સી છોડ્યાના 6 કલાક બાદ ગાંગુલીની ટ્વિટ-'તે
મહાન ખેલાડી”
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ
કોહલીની ટેસ્ટ કેપ્ટન્સી છોડવાની જાહેરાતના 6 કલાક બાદ 12.47 કલાકે સોશિયલ
મીડિયા પર પોસ્ટ કરી તેની કેપ્ટન્સીની પ્રશંસા કરી હતી.
ગાંગુલીએ કોહલીના ત્રણેય ફોર્મેટમાં
યોગદાનનો ઉલ્લેખ કરતા લખ્યું કે,'વિરાટના નેતૃત્ત્વમાં ભારતીય ક્રિકેટે રમતના તમામ
ફોર્મેટમાં ઝડપી વિકાસ કર્યો. તેનો નિર્ણય વ્યક્તિગત છે અને બીસીસીઆઈ તેનું સન્માન
કરે છે. તે આ ટીમને ભવિષ્યમાં વધુ ઊંચાઈએ લઈ જવા માટે ટીમનો
મહત્ત્વપૂર્ણ સભ્ય રહેશે. તે એક મહાન ખેલાડી છે અને પોતાની
ભૂમિકા યોગ્ય રીતે ભજવી.'
0 Comments