હાર્દિક પંડ્યાને 12માં અમદાવાદ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આજે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને હાર્દિક પંડ્યાએ પોતાની લાગણીને વ્યક્ત કરી હતી.
* IPL માં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625
કરોડ રૂપિયામાં ખરીદી છે
* હાર્દિક પંડ્યાને રૂ. 15 કરોડ મળશે
અમદાવાદની ટીમને લઈને હાર્દિક ઉત્સુક
હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે નવી IPL-ની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. મળીએ જલદી..
હાર્દિક પંડ્યાને રૂ. 15 કરોડ મળશે IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે. હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને સાત કરોડ મળશે.
CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી
IPL માં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. એવામાં હવે આ ટીમ સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે CVC એ કમિટી બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જોકે CVC આ અંગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.
કોચિંગ સ્ટાફ પણ પસંદ કરાઈ ગયો છે
અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ
કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરો કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં
રમતા હતા. મેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ
ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ
ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ
કોલ; નાઈટ રાઈડર્સમાં રમતા હતા.
0 Comments