Ticker

6/recent/ticker-posts

2022 ની સિજનનું આયોજન ભારતમાં થશે, કોવિડ ના કારણે દર્શકોને પ્રવેશ નહીં મળે; 27 માર્ચ થી લીગ ચાલુ થવાની સંભાવના

મેગા ઓક્શન પહેલા BCCI ના સૂત્રોએ ANI ને જણાવ્યું છે કે બોર્ડ IPL 2022ની સિઝનનનું આયોજન ભારતમાં જ કરશે, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા એકપણ દર્શકને સ્ટેડિયમમાં મેચ જોવાની અનુમતિ મળશે નહીં. 22 જાન્યુઆરી, શનિવારે BCCI અને ફ્રેન્ચાઈઝીના માલિકો વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આની સાથે જ બોર્ડ હવે મુંબઈના 3 સ્ટેડિયમ- વાનખેડે, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા ,ડીવાઈ પાટિલ તથા જરૂર જણાશે તો પુણેમાં જ આખી સિઝનનું આયોજન કરવાનો પ્લાન બનાવી રહ્યું છે.

IPL 2022ના મેગા ઓક્શનમાં 1,214 ખેલાડીની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડી હશે. આ બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમ ભાગ લેશે, જેમાં 270 કેપ્ડ પ્લેયર્સ, 903 અનકેપ્ડ પ્લેયર્સ અને 41 સહયોગી દેશોના ખેલાડીઓ પણ હરાજીમાં ભાગ લેશે.

BCCI મુંબઈ અને પુણેમાં જ ચુસ્ત બાયોબબલ સાથે આખી સિઝનનું આયોજન કરવાનો પ્લાન બનાવશેમેગા ઓક્શનમાં 1214 પ્લેયર્સ સામેલ, 896 ઈન્ડિયન અને 318 વિદેશી પ્લેયરમાંથી પસંદગી થશે. 41 એસોસિયેટ ખેલાડી પણ મેગા ઓક્શનમાં ભાગ લેશે.

IPL ને માર્ચમાં જ ઓયોજિત કરવાનો પ્લાન

મીડિયા રિપોર્ટ્સના આધારે 8001 હવે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનનું આયોજન એપ્રિલના સ્થાને 27 માર્ચે જ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. એટલું જ નહીં ।ગ. 2022નું આયોજન ભારતમાં જ થાય એના માટે ફ્રેન્ચાઈઝીના માલિકો પણ ટકોર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવે 8001 મુંબઈ અને પુણેમાં જ ચુસ્ત બાયોબબલ સાથે આખી સિઝનનું આયોજન કરવાનો પ્લાન બનાવવા કાર્યરત છે.


તેવામાં હેલ્થ સેફટીના મુદ્દાને ઘ્યાનમાં રાખીને આ સિઝનમાં એકપણ દર્શકને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે નહીં. જોકે આ અંગે 80€01એ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડી નથી.

2 કરોડની બેઝ પ્રાઈઝમાં 17 ઈન્ડિયન અને 32 વિદેશી ખેલાડી

મેગા ઓક્શન માટે જાહેર કરાયેલી 2 કરોડ બેઝ પ્રાઈઝની યાદીમાં 49 ખેલાડીનાં નામ છે, જેમાંથી 17 ઈન્ડિયન અને 32 વિદેશી ખેલાડી છે. આ યાદીમાં ભારતના રવિચંદ્રન અશ્વિન સિવાય શ્રેયસ અય્યર, શિખર ધવન, ઈશાન કિશન અને સુરેશ રૈનાનાં નામ સામેલ છે. વળી, વિદેશી ખેલાડીઓમાં વોર્નર, રબાડા, બ્રાવો સિવાય પેટ કમિન્સ, એડમ ઝેમ્પા, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વુડ, ટ્રૅંટ બોલ્ટ અને ફાફ ડુપ્લેસિસનાં નામ સામેલ છે. ફ્રેન્ચાઈઝી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલાં નામ સામે 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગલુરુમાં આયોજિત  મેગા ઓક્શનમાં બોલી લાગશે.


TATA એ ચાઈનીઝ કંપની VIVO ની હકાલપટ્ટી કરી

ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO (વિવો) હવે IPL ની ટાઈટલ સ્પોન્સર રહેશે નહીં. એને સ્થાને TATA ગ્રુપને IPL નું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.

 IPL 2022ના ઓક્શનમાં 10 ટીમ સામેલ

IPL ની 15મી સીઝનમાં 10 ટીમ સામેલ થશે. આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૃપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલાં ગોએન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી, CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.


Post a Comment

0 Comments