વિરાટ કોહલીએ શનિવારે ટેસ્ટ ટીમનું કેપ્ટનપદ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. કોહલી કોઈપણફોર્મેટમાં ભારતનો કેપ્ટન રહેશે નહીં. હવે સવાલ એ છે કે ટેસ્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? વિરાટે ટી20 વર્લ્ડ કપ પછી જ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની કમાન છોડી દીધી હતી, જ્યારે દ.આફ્રિકા પ્રવાસ પહેલાં તેને વન-ડે કેપ્ટનપદ પરથી હટાવી દેવામાં આવ્યો હશો. ત્યાર પછી રોહિત શર્માને મર્યાદિત ઓવર માટે દેશના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. હવે સંભવ છે કે ટેસ્ટનો નવો કેપ્ટન પણ હિટમેન જ હશે. આફ્રિકા પ્રવાસ માટે પસંદ કરાયેલી ટેસ્ટ ટીમમાં રોહિતને વાઈસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ઈજાને કારણે તે સમગ્ર પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. રોહિત શર્મા સિવાયના ઓપનર કેએલ રાહુલ અને વિકેટકીપર ત્રકષભ પંત પણ કેપ્ટનશિપના દાવેદારોમાં છે.
રોહિતને પસંદ
કરવાનાં 2 મજબૂત કારણ
પ્રથમઃ રોહિત શર્મા વન-ડે અને 120 ટીમનો કેપ્ટન છે. ટેસ્ટ માટે પણ 3001 તેના પર જ દાવ લગાવી શકે છે. જો તે મર્યાદિત ઓવરો ઉપરાંત ટેસ્ટમાં પણ કેપ્ટન હોય તો તેમના માટે આખી ટીમને સાથે લઈ જવામાં સરળતા રહશે.
બીજો: મુંબઈ ઈન્ડિયન્સે 2013માં ટૂર્નામેન્ટની વચ્ચે જ રિકી પોન્ટિંગ પાસેથી કેપ્ટનશિપ લઈને રોહિતને કમાન સોંપીને મોટો દાવ રમ્યો હતો. મુંબઈનો આ દાવ ટીમના કામમાં આવ્યો અને ફ્રેન્ચાઇઝી પ્રથમ વખત ટ્રોફી જીતવામાં સફળ રહી. એ પછી રોહિતે ક્યારેય પાછું વળીને જોયું નથી. રોહિતે 5 IPL. ટ્રોફી જીતી છે. તેણે મુંબઈને 2013, 2015, 2017, 2019 અને 2020માં 12. ટાઇટલ જિતાડ્યું હતું. ટીમ ઈન્ડિયા પણ આ સમયે વેરવિખેર છે અને હિટમેનનું નેતૃત્વ અને તેનો અનુભવ ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.
રાહુલનો દાવો નબળો છે
રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલને SA ટેસ્ટ શ્રેણી માટે વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને જોહાનિસબર્ગમાં વિરાટ ફિટ ન હોવા છતાં તે કેપ્ટન તરીકે પણ જોવા મળ્યો હતો. રાહુલના નેતૃત્વમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
0 Comments