Ticker

6/recent/ticker-posts

પ્રભાસ સ્ટારર 'રાધે શ્યામ' માં અમિતાભ બચ્ચને કર્યો વોઈસ ઓવર


  • પ્રભાસ સ્ટારર 'રાધે શ્યામ'માં હવે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ ગઈ છે. હકીકતમાં બિગ બી આ ફિલ્મના નેરેટર તરીકે જોડાયા છે. ફિલ્મ 30 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે
  • આ વાતની જાણકારી મેકર્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આપી છે. તેમણે લખ્યું, રાધે શ્યામ માટે વોઈસ ઓવર કરવા માટે શહેનશાહ તમારો ખૂબ ખૂબ આભાર. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે પણ જોવા મળશે.
  • ફિલ્મ થિયેટર્સમાં 30 જુલાઈના રોજ રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર રાધાકૃષ્ણ કુમાર છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, પ્રિયદર્શી પુલીકોંડા, ભાગ્યશ્રી, મુરલી શર્મા, કુણાલ રોય કપૂર, રિદ્ધિ કુમાર, સાશા ક્ષેત્રી, સત્યન પણ કામ કરી રહ્યા છે. પ્રભાસ વિક્રમાદિત્ય નામના પામ રીડરનો રોલ નિભાવી રહ્યો છે, પૂજા ફિલ્મમાં પ્રેરણા નામની મ્યુઝિક ટીચરના રોલમાં છે.


Post a Comment

0 Comments