બોલિવૂડ એક્ટ્રસ કાજલ અગ્રવાલ ટૂંક
સમયમાં માતા બનવાની છે. કાજલે તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા ફેન્સની સાથે તેના
બેબી શાવરના ફોટોઝ શેર કર્યા છે. ફોટોઝમાં કાજલ પોતાના પતિ ગૌતમ કિચલુ અને અન્ય
ફેમિલી સભ્યોની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
કાજલે શેર કર્યા બેબી શાવરના ફોટોઝ
બેબી શાવર દરમિયાન કાજલ અને ગૌતમ બંનેએ ટ્રેડિશનલ આઉટફિટ પસંદ કર્યા હતા. કાજલે
રેડ કલરની સાડી પહેરી હતી. તેમજ ગૌતમે વ્હાઈટ કલરના કુર્તાની સાથે મરૂન કલરનો વેસ્ટ
કોટ પહેર્યો હતો.
0 Comments