અર્જુન રેડ્ડી ફેમ તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરકોડા અને રશ્મિકા મંદાના અત્યારે
રિલેશનશિપમાં હોવાના સમાચારને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને
રિએક્ટ કર્યું છે.
વિજયની પોસ્ટ
વિજયે અફવાઓ વિશે પોતાની પોસ્ટમાં
લખ્યું, હંમેશાંની
જેમ બકવાસ સમાચાર. શું આપણે આ સમાચારોના
પ્રેમમાં નથી પડી ગયા?
લગ્ન વિશે રશ્મિકાએ આ વાત કહી હતી
તાજેતરમાં 25 વર્ષની રશ્મિકાએ
એક ઈન્ટરવ્યુમાં લગ્ન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રશ્મિકા જણાવ્યું હતું
કે તેણે હજી સુધી પોતાનાં લગ્ન વિશે નથી વિચાર્યું, પરંતુ તેને લાગે છે કે પાર્ટનર એવો
હોવો જોઈએ જેની સાથે કમ્ફર્ટેબલ ફીલ થાય.
0 Comments