Ticker

6/recent/ticker-posts

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ : ભારતે યુક્રેન એમ્બેસી સ્ટાફના ફેમિલી મેમ્બર્સને દેશ પરત ફરવાનું કહ્યું

 

  • યુક્રેન અને રશિયા વચ્ચે બગડતી જતી સ્થિતિ વચ્ચે ભારતે તમામ જરૂર પગલાં ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારત સરકારે યુક્રેનની રાજધાની કીવમાં હાલ પોતાની એમ્બેસી સ્ટાફના ફેમિલી મેમ્બર્સને ભારત પરત ફરવાનું કહ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે પણ ફ્લાઈટ મળે તેમાં ભારતીય નાગરિક દેશ પરત ફરે. પહેલી એડવાઈઝરીમાં વિદ્યાર્થીઓને જેમ બને તેમ ઝડપથી દેશ પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું.
  • ભારતીય છાત્ર પોતાના કોન્ટ્રાક્ટર્સના સંપર્કમાં રહે છે જેથી ચાર્ટર ફ્લાઈટ્સની જાણકારી મળી શકે. આ તમામ લોકો એમ્બેસીના ફેસબુક, ટ્વિટર અને વેબસાઈટ એકાઉન્ટ ચેક કરતા રહે. આ લોકોને ફોરેન મિનિસ્ટ્રી અને તેના કંટ્રોલ રૂમના સંપર્કમાં પણ રહેવાનું કહેવામાં આવ્યું છે. ત્રણ ફ્લાઈટ્સનું એરેજમેન્ટ
  • આ પહેલાં પણ ભારતીય એમ્બેસીએ પોતાની એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને બિનજરૂરી કારણોથી યુક્રેનની યાત્રા ન કરવાની સલાહ આપી હતી. યુક્રેન પર રશિયાના હુમલાનો ખતરો વધી રહ્યો છે. એવામાં અમેરિકાએ પણ પોતાના નાગરિકો અને એમ્બેસીના અધિકારીઓને યુક્રેન છોડવાનું કહ્યું છે.


Post a Comment

0 Comments