બિઝનેસમેન
અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ ક્રિશા શાહની
સાથે લગ્ન કર્યા છે. બંનેનાં લગ્ન રવિવારે થયાં હતાં. બંનેનાં લગ્ન સાથે જોડાયેલા
ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ફોટામાં અંબાણી પરિવારની નવી વહુ ક્રિશા
શાહ લાલ કપડાંમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
18 ફેબ્રુઆરીએ કપલની મેહંદી સેરિમની યોજાઈ હતી.
આ પહેલાં અનમોલ અને ક્રિશાની મહેદી સેરેમનીની તસવીરો બહાર આવી હતી, જેમાં બંને હાથમાં હાથ નાખીને ડાન્સ કરતાં
દેખાયાં હતાં. તે મલ્ટીકલરના લઘામાં ખૂબ જ સુંદર લાગતી હતી.
ક્રિશા શાહ
કોણ છે?
ક્રિશા શાહ lovenotfear નામથી મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમ્પન ચલાવી
રહી છે, જે કોરોના પછીના મનોવૈજ્ઞાનિક ફેરફારો પર
આધારિત છે. તે Dyco નામની સંસ્થાની ક્રિએટર અને ફાઉન્ડર છે.
તેણે સોશિયલ પોલિસી એન્ડ ડેવલપમેન્ટમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ
ડીગ્રી કરી છે.
0 Comments