Ticker

6/recent/ticker-posts

રશિયાનો હુમલો યુક્રેનનો દાવો- 800થી વધુ રશિયન સૈનિક માર્યા ગયા


  • પૂર્વ યુરોપમાં લાંબા સમય સુધી તણાવ બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂઆત થઈ ચુકી છે. રશિયાએ યુક્રેન પર આકાશ અને જમીન બંને તરફથી યુક્રેન પર હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ રશિયન હુમલાનો સામનો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. ઝેલેન્સકીએ કહ્યું કે કિવમાં ઘૂસેલી રશિયન સેનાનો પ્રથમ ટારગેટ હું જ છું.તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે.

  • રશિયાની સેના સાથે મુકાબલો કરવા માટે યુક્રેનની સરકારે નાગરિકોને 10,000 રાઈફલો આપી છે. યુક્રેનની રાજધાની કિવમાં હજુ પણ વિસ્ફોટો ચાલુ છે. જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.
  • રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ છે. યુક્રેનની સરકારે 18 થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.  
  • યુક્રેનમાં મધ્યપ્રદેશના 27 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી છે મધ્યપ્રદેશ સરકારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. 


Post a Comment

0 Comments