Ticker

6/recent/ticker-posts

અનુષ્કા શર્મા એ એમેઝોન-નેટફ્લિક્સે સાથે હાથ મિલાવ્યો: એક્ટ્રેસની કંપની સાથે જોડાવા માટે 405 કરોડ રૂપિયાની ડીલ કરી.


ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ તથા એમેઝોન પ્રાઇમે અનુષ્કા શર્માની કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સની સાથે 54 મિલિયન ડૉલર (અંદાજે 405 કરોડ રૃપિયા)ની પાર્ટનરશિપ કરી છે. કંપનીએ આ પગલું ઇન્ડિયન માર્કેટમાં વધતી સ્પર્ધાને કારણે ઉઠાવ્યુ છે. બંને કંપનીઓ મનોરંજનની દુનિયામાં પોતાનો દબદબો કાયમ રાખવા તથા ફિલ્મ-વેબ સિરીઝના નવા કન્ટેન્ટ માટે આ પાર્ટનરશિપ કરી છે.

કંપનીના ફાઉન્ડર તથા અનુષ્કા શર્માના ભાઇ કણંશ શર્માના મતે, આગામી 18 મહિનામાં એમેઝોન તથા નેટફ્લિક્સ પર 8 વેબ સિરીઝ તથા ફિલ્મ રિલીઝ કરશે. આ ઉપરાંત અન્ય ઘણાં પ્રોજેક્ટ પર કામ કરે છે. નેટફ્લિક્સના પ્રવક્તાએ પણ ક્લીન સ્લેટ ફિલ્મ્સ સાથે થયેલી પાર્ટનરશિપને કન્ફર્મ કરી હતી, જ્યારે એમેઝોને હજી સુધી કંઈ જવાબ આપ્યો નથી.


ક્લીન સ્લેટ ફિલ્મ્સે NH10 જેવી ફિલ્મ બનાવી નેટફ્લિક્સે ગયા મહિને સબ્સ્ક્રિપ્શનની કિંમતમાં 60%નો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ પણ માર્કેટમાં તેની પકડ જોઈએ તેવી મજબૂત બની નથી. એમેઝોન તથા વોલ્ટ ડિઝનીથી આગળ નીકળવા માટે નાના પરંતુ ક્લીન સ્લેટ જેવી નવી કંપનીઓ પર દાવ લગાવ્યો છે. આ કંપનીએ 2015માં NH10 જેવી ફિલ્મ બનાવી હતી. નેટફ્લિક્સના કો ફાઉન્ડર રીડ હાસ્ટિંગે થોડાં દિવસ પહેલાં જ કહ્યું હતું કે ભારતીય સ્ટ્રીમિંગ માર્કેટ ઘણુ જ સ્ટ્રેસફુલ છે, અહીંયા દર્શકો સસ્તામાં મનોરંજન શોધે છે.

આ સિરીઝથી ક્લીન સ્લેટ ચર્ચામાં આવ્યું

કર્ણેશ શર્માએ કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મમાં સ્પર્ધા વધવાનો સીધો અર્થ એ છે કે આ કંપનીઓએ પોતાનું બજેટ વધારવું પડશે. એમેઝોન પ્રાઇમ સાથે તેમના પ્રોડક્શન હાઉસે વેબ સિરીઝ 'પાતાલ લોક' બનાવી હતી. આ સિરીઝની ઘણી જ ચર્ચા થઈ હતી. હવે નેટફ્લિક્સ માટે 'ચકડા એક્સપ્રેસ' ફિલ્મ બનાવે છે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની બાયોપિક છે. આ ઉપરાંત થ્રિલર સિરીઝ 'માઈ' તથા ડ્રામા ફિલ્મ 'કાલા' પણ બની રહી છે.


Post a Comment

0 Comments