એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને 15 વર્ષથી ચાલતા
કેસમાં રાહત મળી છે. શિલ્પા શેટ્ટીને 2007માં
રાજસ્થાનમાં એક ઇવેન્ટ દરમિયાન હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરે કિસ કરી હતી. ત્યારબાદ
શિલ્પા શેટ્ટી વિરુદ્ધ પબ્લિક પ્લેસ પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે કોર્ટે શિલ્પાને
આ ગુનામાંથી આઝાદ કરી છે.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કેતકી ચવ્હાણના મતે, શિલ્પા શેટ્ટીએ ઘટના
બાદ તરત જ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. પોલીસ રિપોર્ટ તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પર
વિચાર કર્યા બાદ મેજિસ્ટ્રેટ સંતુષ્ટ હતા કે શિલ્પા વિરુદ્ધ કરવામાં આવેલા આરોપો નિરાધાર દસ્તાવેજો
પર વિચાર કર્યા બાદ મેજિસ્ટ્રેટ સંતુષ્ટ હતા કે શિલ્પા
વિરુદ્ધ કરવામાં આવેલા આરોપો નિરાધાર હતા અને આથી જ તેને માફી આપવામાં આવી છે અને ગુનામાંથી
મુક્ત કરવામાં આવી છે.
શિલ્પા શેટ્ટી વિરુદ્ધ રાજસ્થાનમાં 2 કેસ થયા હતા 2007માં રાજસ્થાનની
ઇવેન્ટમાં બનેલી તે ઘટના બાદ શિલ્પા વિરુદ્ધ રાજસ્થાનમાં 2 તથા
ગાઝિયાબાદમાં એક કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિલ્પાએ આ કેસને મુંબઈ
ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. તેની અરજી પર 2017માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી.
શિલ્પા શેટ્ટીના એડવોકેટ મધુકર દલવીએ 0120ની
કલમ 239 (પોલીસ
રિપોર્ટ તથા ડોક્યુમેન્ટ્સ પર વિચાર કર્યા બાદ ડિસ્ચાર્જ) તથા કલમ 245 (પુરાવા
પર વિચાર કર્યા બાદ ડિસ્ચાર્જ) હેઠળ આરોપ મુક્ત કરવા માટે અરજી કરી હતી.
શિલ્પાની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેના વિરુદ્ધ એટલો જ આરોપ હતો કે તેણે વિરોધ કર્યો નહોતો. માત્ર
આને આધારે તેને ષડયંત્રકર્તા કે અપરાધી બનાવી શકાય નહીં.
0 Comments