Ticker

6/recent/ticker-posts

નીરજ ચોપરાને 26 જાન્યુઆરીના દિવસે 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' આપવામાં આવ્યું.

પરમ વિશિષ્ટ સેવા મેડલ વિશે માહિતી

PVSM ભારતીય સૈન્યનો મેડલ છે. આની શરૂઆત 1960માં કરાઈ હતી. આ મેડલ શાંતિ અને સેવા ક્ષેત્રમાં અવિશ્વસનીય ઉપલબ્ધી પ્રાપ્ત કરી હોય તેને આપવામાં આવે છે. આ ગણતંત્ર દિવસે નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે. તમને જણાવી દઈએ કે પ્રાદેશિક સેના, સહાયક અને રિઝર્વ દળો, નર્સિંગ અધિકારીઓ અને નર્સિંગ સેવાઓના અન્ય સભ્યો અને અન્ય કાયદેસર રીતે રચાયેલા સશસ્ત્ર દળો સહિત ભારતીય સશસ્ત્ર દળોના તમામ રેન્કના કર્મચારીઓ આ એવોર્ડ મેળવવા માટે પાત્ર છે. પરમ વિશિષ્ઠ સેવા મેડલની સ્થાપના મૂળરૂપે 26 જાન્યુઆરી 1960ના દિવસે 'વિશિષ્ટ સેવા ચંદ્રક, વર્ગ ।' તરીકે કરવામાં આવી હતી. તેનું નામ 27 જાન્યુઆરી 1961ના દિવસે બદલવામાં આવ્યું હતું.

નીરજે ભારતને એથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડ્યો

ભારતની એથ્લેટિક્સમાં મેડલ જીતવાની 121 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. નીરજે ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો ફેંકી સીધું ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજની પ્રથમ પ્રતિક્રિયા એ હતી કે આ મારા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. એવામાં ભારત માટે ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર નીરજને વડાપ્રધાન મોદીએ વીડિયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી.

12 કિલો વજન વધી જતા ખાસ ટ્રેનિંગ શરૂ

ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કરનારો જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા મળ્યો છે. તેણે લાંબાગાળાના બ્રેક પછી ફરીથી પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. તેના કોચે ઈન્સ્ટાગ્રામમાં પ્રેક્ટિસ સેશનનો ખાસ વીડિયો શેર કર્યો હતો, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે પ્રયત્ન અને મહેનત વચ્ચે કોઈપણ વિકલ્પ હોતો નથી. તેણે જીમમાં વર્કઆઉટ સેશનમાં ભાગ લીધો હતો.




Post a Comment

0 Comments