Ticker

6/recent/ticker-posts

Google માં નોકરી કરી ચૂકેલી મહિલા phd સુધીની ફેક ડીગ્રી 20 હજારથી લઈને 4 લાખ સુધીમાં વેચતા જડપાય


નર્મદા જિલ્લા પોલીસે બોગસ ડીગ્રી-માર્કશીટનું દેશવ્યાપી રેકેટ ઝડપી પાડ્યું હતું, જેમાં ગૂગલમાં નોકરી કરી ચૂકેલી મૂળ છત્તીસગઢની અને દિલ્હીમાં રહેતી કમ્પ્યુટર એન્જિનિયર મહિલા BA થી લઇને phd સુધીની ડીગ્રી 20 હજારથી લઇને 4 લાખ સુધીમાં વેચતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ કૌભાંડમાં મોટાં માથાંની સંડોવણીની આશંકા છે. નર્મદા જિલ્લા પોલીસવડા ડો.હિમકરસિંહે આ મુદ્દે વધુ તપાસ માટે ૭11ની રચના કરવાની જાહેરાત કરી છે. ગ્રાહક પ્રમાણે બોગસ ડીગ્રીના ભાવ વધઘટ કરતા હતા નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે આ મામલે જણાવ્યું હતું કે આ ફેક ડીગ્રીકૌભાંડમાં દેશના અલગ-અલગ રાજ્યમાં કુલ 31 એજન્ટ સામેલ છે.

દેશના હજારો લોકોએ આ ટોળકીઓ પાસેથી ફેક ડીગ્રી-માર્કશીટ લીધી હશે, એવું અમારું માનવું છે. આ ફેક ડીગ્રીના વેરિફિકેશન માટે જુદી-જુદી યુનિવર્સિટીના કર્મચારીઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે. રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટીની ડીગ્રીનો પણ સોદો થયો હતો, પરંતુ કોઇ લેવા આવ્યું નહોતું. આ 35 યુનિવર્સિટીઓ પૈકી અમુક યુનિવર્સિટી પાછલી તારીખમાં ડીગ્રી આપે છેકેવી રીતે કૌભાંડ બહાર આવ્યું?

રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10 ડિસેમ્બર 2021ના રોજ બનાવટી ડીગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ ડીગ્રી સર્ટિફિકેટ અને વેબસાઇટ બોગસ બનાવેલી હોવાનું બહાર આવતાં રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા પોલીસવડા ડો.હિમકર સિંહની સૂચનાથી આ બાબતની તપાસ માટે નર્મદા જિલ્લા [|€3 પીઆઇ એ.એમ.પટેલ સહિત એમની ટીમ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવનારની ઓળખ કરી હતી. પોલીસે દિલ્હીમાં રહેતી મહિલા બેઉલા નંદ રેવ બીસી નંદની ધરપકડ કરી હતી.

Post a Comment

0 Comments