Ticker

6/recent/ticker-posts

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાનું પદ્મશ્રી એવોડ માટે પસંદગી થતાં કહ્યું,- 'કર્મનું ફળ ચોક્કસ મળે છે, આટલું જલદી મળશે એ કલ્પના નહોતી.


ગુજરાતમાંથી પદ્મશ્રી અને પશ્મભૂષણ માટે પસંદ કરાયેલી
વ્યક્તિઓની યાદીમાં સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાનું પણ નામ સામેલ થતાં સુરતમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સવજી ધોળકિયાને સામાજિક સેવા માટે પદ્મશ્રી અવૉર્ડ આપવા માટે પસંદ કરાયા છે. ધોળકિયા પરિવારમાં તેમજ હીરા ઉદ્યોગમાં પણ ને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવજી ધોળકિયા આજે તેમના વતન અમરેલીથી સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ ઉપર સવજી ધોળકિયા અને તેમના પરિવારો અને શુભેચ્છકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


હું પોતે કર્મમાં આસ્થા ધરાવું છું. હું સ્પષ્ટ રીતે માનું છું કે કરેલાં કર્મ ક્યારેય પણ એળે જતાં નથી. એનું ફળ અચૂક મળતું જ હોય છે. કર્મના સિદ્ધાંત પર મેં કરેલાં કાર્યની આખરે સમગ્ર રાષ્ટ્રમાં નોંધ લેવાય એવા સમાચાર મળતાંની સાથે હું પોતે અવાક બની ગયો હતો. એકાએક મારા પર શુભેચ્છાઓના ફોન આવવાના શરૂ થયા અને થોડી ક્ષણ માટે તો હું પોતે પણ સમજી નહોતો શક્યો કે મને પદ્મશ્રી માટે પસંદ કરાયો છે.


જ્યારે તમે નિઃસ્વાર્થ ભાવે લોકસેવાનું કામ કરતા હોવ ત્યારે સમગ્ર સૃષ્ટિ તમારા પર આશીર્વાદ વરસાવતા હોય છે. સૌરાષ્ટ્રમાં હું જે કામ કરી રહ્યો હતો એ તળાવ બનાવવાના કામ પર લોકોએ દૂરથી નજર રાખી હતી. મારી લાગણીઓને સમજી એ માટે હું આભાર વ્યક્ત કરું છું. મારી તમામ કામગીરી પર કોઈકની ખૂબ જ ચોકસાઇપૂર્વકની નજર હોય એવું મને લાગે છે. મારા કામનું મહત્ત્વ સમજ્યો છે. 

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે, વિશેષ કરીને મારા જન્મસ્થળ તેમજ અન્ય તાલુકાઓમાં પણ પાણીની ખૂબ જ જટિલ સમસ્યા છે. એનો ઉકેલ લાવવા માટે મારો પ્રયાસ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમે જે વિસ્તારની અંદર તળાવ બનાવ્યાં છે અને એને કારણે સ્થાનિક ખેડૂતો અને જે લાભ થઈ રહ્યો છે. એનાથી અમે પણ આશ્ચર્યચકિત થયા છે.

Post a Comment

0 Comments