યુવરાજે ટ્વીટ કર્યું, “અમારા
તમામ ચાહકો, કુટુંબીજનો અને મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને એક
બાળકના આશીર્વાદ આપ્યા છે. અમે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માનીએ છીએ અને અમારા
બાળકનું વિશ્વમાં સ્વાગત કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તમે અમારી પ્રાઈવસીનું સન્માન કરશો."
સ્ટાર બેટ્સમેને યુવરાજે 2012માં કેન્સરની બીમારીમાંથી સાજા થયા પછી નવેમ્બર 2015માં બ્રિટિશ નાગરિક હેઝલ કીચ સાથે સગાઈ કરી અને એક વર્ષ પછી નવેમ્બર 2016માં બંને લગ્નના બંધનમાં બંધાયાં હતાં. યુવીના નામથી પ્રખ્યાત યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી હતી. તેણે તેની 17 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 402 મેચ રમી અને આ દરમિયાન તેણે 11778 રન બનાવ્યા હતા. યુવરાજે આ દરમિયાન 17 સદી અને 71 ફિફ્ટી પણ ફટકારી હતી.
તેણે બોલિંગમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને 148 વિકેટ ઝડપી હતી. યુવરાજે વર્ષ 2000માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યાર બાદ તેણે 2019માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
0 Comments