Ticker

6/recent/ticker-posts

અમદાવાદ તરફથી IPLમાં એક ઓલરાઉન્ડર તરીકે રમીશ: હાર્દિક

હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ બાદથી જ ટીમની બહાર ચાલી રહ્યો છે. સાથે મુંબઈની ટીમે તેને રિટેન ન કરતા તે અમદાવાદની નવી ફ્રેન્ચાઈઝ સાથે જોડાયો છે. તે અમદાવાદની ટીમનો કેપ્ટન પણ રહેશે.

અમદાવાદની 121 ટીમના કેપ્ટન બનવા અંગે હાર્દિકે જણાવ્યું,'હું કેપ્ટન તરીકે ડ્રેસિંગ રૂમમાં સારું વાતાવરણ રહે તેવો પ્રયાસ કરીશ. મારો પ્રયાસ એવો રહેશે કે હું પોતાની કેપ્ટન્સીથી ઉદાહરણ સેટ કરી શકું. હું ખેલાડીઓને આરામદાયક વાતાવરણ આપવા માગીશ, જેથી ટીમને ખેલાડીઓ એક ઘર જેવું અનુભવી શકે.

એક ઈન્ટરવ્યૂમાં પોતાની ફિટનેસ સંબંધિત મુદ્દાઓ પર વાત કરતા કહ્યું,'હું એક ઓલરાઉન્ડર તરીકે જ રમવા માગું છું. જે કંઈ હાલમાં ખોટું થયું છે તેનું કારણ નથી જાણતો. હવે ફિટનેસ મામલે અગાઉ કરતા વધુ સારું અનુભવી રહ્યો છું. ભવિષ્યમાં શું થશે તો સમય જ બતાવશે.


Post a Comment

0 Comments