Ticker

6/recent/ticker-posts

બ્રેકિંગ ન્યૂઝ: ધંધુકામાં 73 માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કિશન ભરવાડની હત્યા

 


ધંધૂકામાં ધોળા દિવસે બાઈક ઉપર આવેલ બે વ્યક્તિઓએ સરાજાહેરમાં કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારો દેવામાં આવ્યો હતો. જેના પગલે શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાતા જોતજોતામાં લોકોના ટોળેટોળા ઉતરી પડ્યા હતા અને શહેર સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું. આ ઘટના પગલે શહેરનાં જિલ્લાની પોલીસનાં ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. 

આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યાં છે. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના જમાલપુરમાં રહેતા એયુબ મૌલવીનું નામ સામે આવ્યું આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યા અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.

હત્યારાઓને ઝડપી લેવા સાત ટીમ બનાવી હતી

આ હત્યા અંગે ધંધૂકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા જિલ્લા પોલીસ વડા અને ડી.વાય.એસ.પી દ્વારા જુદી જુદી સાત ટીમ બનાવી હત્યારાઓને શોધવા ચારેતરફ પોલીસની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી

ઉચ્ચ પોલીસ અધિકારી મુજબ, મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતી. તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટીપ પણ આપી હતી. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે તેવી શક્યતા છે.


Post a Comment

0 Comments