Ticker

6/recent/ticker-posts

દિલ્હી પોલીસની દાદાગીરી: RCB ના ખેલાડી વિકાસને પોલીસે ઢોર માર માર્યો


 દિલ્હીમાં એક નેશનલ અને IPL ક્રિકેટર સાથે પોલીસ અધિકારીએ દુર્વ્યવહાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસે વિકાસ ટોકસ નામના ખેલાડી સાથે મારપીટ કરી છે. આ દરમિયાન એક અધિકારીએ તેની આંખ પર એવો મુક્કો માર્યો કે તે આંધળો થતા થતા બચ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ રમી ચૂકેલા વિકાસે આ અંગે દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં ફરિયાદ નોંધાવી છે.

વિકાસે ભિકાજી કામા પોલીસ સ્ટેશનના પોસ્ટ ઈન્ચાર્જ વિરૂદ્ધ ફરિયાદમાં કહ્યું છે કે પોલીસ અધિકારીએ તેની સાથે દુર્વ્યવહાર સાથે મારપીટ કરી છે. આ દરમિયાન પોલીસે તેના મોઢા પર એવો મુક્કો માર્યો કે તે આંધળો થતા થતા બચ્યો છે.

વિકાસે દિલ્હી પોલીસ હેડક્વાર્ટરને મેઈલ દ્વારા ફરિયાદ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે આ મેઈલ હું એ કેસની ફરિયાદ અંગે કરી રહ્યો છું, જે મારી સાથે 26 જાન્યુઆરી 2022એ થયું હતું. હું એક નેશનલ લેવલ ક્રિકેટર છું અને IPL માં પણ રમું છું. 26 જાન્યુઆરીએ પોલીસે મારી સાથે દુર્વ્યહાર કર્યો છે જે નિંદનીય છે.

વિકાસની ડોમેસ્ટિક અને IPL કારકિર્દી

વિકાસે 15 ફર્સ્ટ ક્લાસ અને 17 T20 રમી છે. જોકે આ દરમિયાન તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. IPL માં પણ વિકાસને અત્યારસુધી કોઈ મેચ રમવાની તક મળી નથી. 2016માં તે વિરાટની ટીમમાં જરૂર હતો પરંતુ તેને રમવાની તક મળી નહોતી. ત્યારપછી વિકાસે આગામી પાંચ વર્ષોમાં પણ કોઈ ટીમમાંથી IPL રમી નથી. વળી આ મેગા ઓક્શનમાં પણ તેની સામે કોઈ બોલી લગાવે એમ લાગતું નથી.


Post a Comment

0 Comments