Ticker

6/recent/ticker-posts

વિશ્વમાં ભ્રષ્ટાચારી દેશનો રેન્કિંગ જાહેર: ભારત એક સ્થાન સુધરી 85માં સ્થાને

પાકિસ્તાનની સ્થિતિ કફોડી, 16 સ્થાન ગગડી 140માં રેન્ક પર પહોંચ્યું

વિશ્વની અગ્રણી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલએ મંગળવારે કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ જાહેર કર્યો છે. આ ઈન્ડેક્સમાં વિશ્વભરના 180 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈન્ડેક્સમાં દરેક દેશને પોતાને ત્યાં ભ્રષ્ટચારનું જે પ્રમાણ છે તેના આધારે રેન્ક આપવામાં આવ્યો છે. CPI પ્રમાણે ભારત એક સ્થાનના મંગળવારે કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ જાહેર કર્યો છે. આ ઈન્ડેક્સમાં વિશ્વભરના 180 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈન્ડેક્સમાં દરેક દેશને પોતાને ત્યાં ભ્રષ્ટચારનું જે પ્રમાણ છે તેના આધારે રેન્ક આપવામાં આવ્યો છે. 02 પ્રમાણે ભારત એક સ્થાનના સુધારા સાથે 40ના સ્કોર સાથે 85માં સ્થાન પર છે.

વિશ્વમાં સૌથી સારું પ્રદર્શન ડેનમાર્કનું રહ્યું છે અને તે આ યાદીમાં પ્રથમ નંબર પર છે. જ્યારે બીજા નંબર પર ફિનલેન્ડ, ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડ, ચોથા સ્થાન પર નોર્વે તથા પાંચમાં સ્થાન પર સિંગાપોર છે. આ ઈન્ડેક્સમાં સૌથી ખરાબ પ્રદર્શન સુદાનનું છે,જે સૌથી છેલ્લા 180 નંબર પર છે. તેની અગાઉ સિરીયા, સોમાલિયા, વેનેઝુએલા તથા યમનનો નંબર આવે છે.

વિશ્વભરમાં ભ્રષ્ટચારનું લેવલ સ્થિર થયું છે. 86 ટકા દેશ છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું અથવા કોઈ પ્રગતિ કરી નથી. પોતાની વર્ષ 2021ની એડિશનમાં CPI 180 દેશ અને વિસ્તારોના લેવલના આધારે શૂન્ય થી 100 ના આધારે રેન્ક આપ્યો છે.


Post a Comment

0 Comments