આજની IPL મેગા ઓક્શન શરૂ થશે. છેલ્લે મેગા ઓક્શન 2018 માં થયું હતું. તે સમયે ઓક્શનમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. આ વખતે 10 ટીમો ભાગ લેશે. 590 ખેલાડી ઓક્શનમાં સામેલ છે. ગુજરાત ટાઇટન્સ કયા કયા ખેલાડીઓની પસંદગી કરશે તેના પર બધાની નજર છે.
માર્કી ખેલાડી એટલે શું?
માર્કી ખેલાડી તેઓને કહેવાય છે જેઓની IPL માં ઓક્શન દરમિયાન સૌથી પહેલા બોલી લગાવાય છે. આ ખેલાડીઓ સામાન્ય રોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટું નામ કરી ચૂક્યા હોય છે.
IPL 2022 માટે 33 ખેલાડીઓને રીટેન કરવામાં આવ્યા છે. 8 ટીમોએ 27 ખેલાડીઓને રિટેન કર્યા છે. જ્યારે, 2 નવી IPL ટીમોએ તેમની ટીમમાં 6 ખેલાડીઓનો ઉમેરો કર્યો છે. કેએલ રાહુલને લખનઉએ તેની ટીમ સાથે 17 કરોડમાં જોડ્યો છે. આજની હરાજીમાં કેએલ રાહુલ કરતા વધુ રુપિયા કોઈ ખેલાડીને મળે છે કે નહીં તે જોવું રહ્યું. 10 ટીમોએ મળીને 33 ખેલાડીઓ પર કુલ 338 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હરાજીમાં 370 ભારતીય ખેલાડીઓ છે, જ્યારે 14 દેશોના 220 વિદેશી ખેલાડીઓ સામેલ છે.
ખેલાડીઓને રીટેન કરવા માટે ટીમોએ કેટલા રુપિયા ખર્ચ્યા?
દરેક ટીમ પાસે હરાજી માટે રૂ. 90 કરોડ હતા, જેમાં મહત્તમ 4 ખેલાડીઓને રીટેન કરવામાં આવતા રૂ. 90 કરોડના પર્સમાંથી રૂ. 42 કરોડ ઓછા થયા હતા. કોઈપણ ટીમની પ્રથમ પસંદગીના ખેલાડીને રીટેન કરવા માટે રૂ. 16 કરોડ, બીજી પસંદગીના ખેલાડીને રીટેન કરવા માટે રૂ. 12 કરોડ, ત્રીજા અને ચોથા ખેલાડીને અનુક્રમે રીટેન કરવા માટે રૂ. 8 કરોડ અને 6 કરોડ ચૂકવવા પડે છે.
0 Comments