સરકારી જીવન વીમા કંપની એલઆઈસી આઈપીઓ
દ્વારા રૂ. 65400 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
જો માર્કેટ રેગ્યુલેટર સેબીએ સમયસર
મંજૂરી આપી તો ઈયૂ 10થી 14 માર્ચે ખુલવાની શક્યતા છે. એલઆઈસીના આઈપીઓ માટે રોડ શો શરૂ થઈ
ચૂક્યા છે. રોકાણકારોની માગ અને સરકાર સાથે ચર્ચા બાદ તેના પ્રાઈસિંગમાં ફેરફાર થઈ
શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ
હેઠળની સરકારને માર્ચ અંત સુધી સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક
પૂર્ણ કરવા માટે રૂ. 63 હજાર કરોડની જરૂર છે.
ટેફ કંપનીમાં સાવચેતીનું વલણ છેલ્લા
કેટલાક મહિનાથી અમુક મોટા સ્ટાર્ટઅપ્સના આઈપીઓ ફ્લોપ જતાં ઈનોવેટિવ ટેકનોલોજી કંપનીઓ
આઈપીઓ અંગે સાવચેતીનું વલણ દાખવી રહી છે.
લિસ્ટિંગ બાદ પેટીએમ, કોમેટોના
શેર્સની સ્થિતિ જોતાં ઓયો હોટલ્સ અને ડિલ્ડિવરી જેવા ટેક સ્ટાર્ટઅપ્સ હાલ પૂરતી
આઈપીઓ યોજના સ્થગિત કરી છે.
0 Comments