ક્રિપ્ટો કરન્સીની લુંટ સામે આવી છે જેમાં પતિ અને પત્ની પર એવો આરોપ છે કે તેમણે અબજો રૂપિયા મૂલ્યના
બિટકોઇનનું મની લોન્ડરિંગ કર્યું. તપાસ ટીમે 27,000 કરોડથી વધુના બિટકોઇન જપ્ત કર્યા છે.
પતિ-પત્ની અમેરિકાના મૈનહટ્ટના રહેવાસી છે. 34 વર્ષીય ઇલયા લિચટેન્સટાઇન અને 31 વર્ષીય હીથર
મોર્ગનની ધરપકડઆ મહિને થઈ છે. આ બંને પર આરોપ છે કે તેમણે ગેરકાયદે રીતે બિટકોઇનને
પોતાની મહેનતની કમાણી ગણાવીને ખર્ચ કર્યા.
હકીકતમાં 2016માં બિટફિનેક્સકરન્સી એક્સચેન્જને હેક કરી અબજો રૂપિયા મૂલ્યના ક્રિપ્ટો ચોરી લીધા
હતા.
તપાસ અધિકારીઓએ જણાવ્યું કે આ 6 વર્ષ જૂનો કેસ
છે જેમાં ક્રિપ્ટો કરન્સી ગાયબ થઈ ગઈ હતી. તપાસમાં સામે આવ્યું કે ટ્રાન્ઝક્શન
ન્યૂયોર્કમાં આવેલા ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડરના આઇપી એડ્રેસથી કરાયું હતું. બાદમાં
તપાસ ટીમને તેનું પગેરું ઇલયા સુધી લઈ ગયું.
આ દંપતી પર આરોપ છે કે તેમણે અનેક
ટેક્નોલોજીનો ઉપયોગ કરી બિટકોઇનને કાયદેસર બનાવ્યા. તેના માટે તેમને અનેક નકલી
આઇડી અને નકલી એકાઉન્ટ ક્રિએટ કર્યા.
0 Comments