- કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી
પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને
હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ
અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.
- ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ગુરુવારના રોજ આરોપી ફેનિલ ગોયાણીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આરોપી ફેનિલે અહીં પોલીસને એકદમ બિનધાસ્ત બનીને વિગતો જણાવી રહ્યો હતો. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટા મારીને 25થી 30 મિનિટ લાંબો ખૂની ખેલ ખેલ્યો હતો.
- આ કેસમાં આરોપી ફેનિલની કામરેજ પોલીસે અટક કર્યા બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ તેને સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમના ઉચ્ચ અધિકારીઓ, સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાની રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
- ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ વેકરિયાએ કહ્યું કે મારી દીકરીના હત્યારાને જલદીમાં જલદી સજા મળવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સરકારથી લઈને ગુજરાતની જનતા આ દુખની ઘડીમાં મને સહકાર આપી રહી છે. તેમણે જણાવ્યું કે, આરોપીને તાત્કાલિકમાં તાત્કાલિક સજા કરવામાં આવે આ સિવાય અમારી બીજી કોઈ માગણી નથી.
- આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.
0 Comments