Ticker

6/recent/ticker-posts

ભારત-UAE વેપાર 5 વર્ષમાં $100 અબજ આંબશે


  • ભારત અને યુએઈ વચ્ચે આ સપ્તાહે થનાર વ્યાપક આર્થિક ભાગીદારી કરાર બંને દેશો વચ્ચે નવી ભાગીદારીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રહેશે. ખાસ કરીને એવા વર્ષમાં જ્યારે બંને દેશો પોતાના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂરા થવા બદલ સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યા છે.
  • ભારત અને યુએઈનો દ્વિપક્ષીય વેપાર $60 અબજ (રૂ. 4.5 લાખ કરોડ) છે. CEPAની મદદથી આગામી પાંચ વર્ષમાં આ આંકડો સરળતાથી $100 અબજ (રૂ. 7.5 લાખ કરોડ) સુધી પહોંચશે. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટસ્ટીલ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોને આ કરારનો મહત્તમ લાભ મળશે.
  • 33 લાખ ભારતીયોનું યોગદાન મહત્ત્વનું હેલ્થકેરશિક્ષણનાણાસંરક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો વેપાર સહયોગ પણ આ CEPAના આશાસ્પદ પરિણામોમાંનું એક છે.
  • UAEમાં 33 લાખથી વધુ ભારતીયો યુએઈની અર્થવ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમના રેમિટન્સથી ભારતના આર્થિક વિકાસમાં મદદ મળી રહી છે.
  • CEPA દ્વારા આ વલણ વધશે. અમને આશા છે કે ભારત-યુએઈના સંબંધો વધુ ગતિશીલ બનશે. જે આગામી વર્ષોમાં ભારતને પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા અને આત્મનિર્ભર ભારત બનવા માટે મજબૂત બનાવશે.

Post a Comment

0 Comments