Ticker

6/recent/ticker-posts

અમેરિકા યુક્રેન ને 60 કરોડ ડોલરના ઘાતક હથિયારો આપશે.

  • યુદ્ધના પહેલા દિવસથી જ યુક્રેન રાષ્ટ્રપતિએ વિવિધ દેશો પાસે મદદ માંગી છે. જોકે યુદ્ધના પહેલાં દિવસે તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહી દીધું હતું કે, યુક્રેન તેની લડાઈ જાતે લડે પરંતુ ત્રીજા દિવસે અમેરિકાએ યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી સિન્હઆના રિપોર્ટ પ્રમાણે યુદ્ધના બીજા દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા છે અને યુરોપમાં અમેરિકાના વધુ સૈનિકો તહેનાત કરવાનો આદેશ આપ્યો છે.
  • અમેરિકન વાયુસેનાના ત્રણ વિમાન રોમાનિયા હવાઈ વિસ્તારમાં ઉડતા દેખાયા છે. આ વિમાન ત્રણ કલાક કરતા વધુ સમયથી અહીં ઉડતા હતા. તેમાંથી એક પોલેન્ડ હવાઈ વિસ્તારમાં ઇંધણ ભરતું વિમાન છે. નોંધનીય છે કે, યુક્રેન પર હુમલા પછી રશિયાની એક્ટિવિટી વિશે બ્રિટન સહિત અમેરિકાએ ઘણાં કડક પગલાં લીધા છે.
  • અમેરિકાએ કહ્યું- રશિયાએ અમારા પ્રયત્નો નિષ્ફળ કર્યા આ પહેલાં અમેરિકાએ રશિયા પર એક્શન લેતા કહ્યું છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ, આર્મી ચીફ સહિત અન્ય લોકોની સંપત્તિ ફ્રિજ કરી દેવામાં આવી છે. 

Post a Comment

0 Comments