Ticker

6/recent/ticker-posts

રશિયાના રાષ્ટ્રપતિએ લગ્નનાં 30 વર્ષ પછી લીધાં હતા ડિવોર્સ, બે દીકરીઓ પણ છે


  • થોડાં સમય પહેલાં રશિયાના રાષ્ટ્રપતિએ કોરોના વેક્સિનેશન સમયે પોતાની દીકરીની ચર્ચા કરી હતી કે તેમની દીકરીને પણ વેક્સિન આપવામાં આવી છે. જો કે પુતિને ક્યારેય પોતાની દીકરીઓની ઓળખ જાહેર નથી કરી, તેઓ માત્ર એટલું જ જણાવે છે કે તેમને બે દીકરીઓ છે. પુતિનનાં તેમની પહેલી પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે, જેની જાહેરાત પુતિને પોતે એક ટીવી ચેનલ પરથી કરી હતી.
  • પુતિનની પૂર્વ પત્નીનું નામ ભૂડમિલા છે. ધ વીક મુજબ ભૂડમિલા લગ્ન પહેલાં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે જોબ કરતી હતી, જે તે સમયે ઘણી સારી જોબ ગણાતી હતી. એક ન્યૂઝપેપર મુજબ 28 જુલાઈ, 1983નાં રોજ પુતિન અને તેમની પૂર્વ પત્ની શ્રમિલાની તસવીર સામે આવી હતી. પુતિને પોતાના લગ્નના 30 વર્ષ પછી એટલે કે 2013માં પત્નીથી અલગ થવાની જાહેરાત કરી હતી. જો કે હજુ તે સ્પષ્ટ નથી કે પુતિનના લગ્ન કયા વર્ષમાં થયા હતા.
  • રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તેમની પૂર્વ પત્ની ભૂડમિલાથી 2 દીકરીઓ છે, જેમનાં નામ મારિયા વોરોત્સોવા અને કતરીના તિખોનોવા છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે મારિયા વોરોત્સોવાનો જન્મ 1985માં લેનિનગ્રાદમાં થયો હતો અને તેના એક વર્ષ બાદ કતરીના તિખોનોવાનો જન્મ 1986માં જર્મનીમાં થયો હતો. બંને પુત્રીઓના નામ તેમની દાદીના નામ પરથી રાખવામાં આવ્યા છે.


Post a Comment

0 Comments