- ઝેન નડેલાને જન્મથી જ સેરેબ્રલ
પાલ્સી બીમારી હતી.
કંપનીએ પોતાના સ્ટાફને મેઈલ કરીને આ
દુ:ખદ સૂચના આપી હતી. 2014માં માઈક્રોસોફ્ટના CEO બન્યા બાદ સત્યા નડેલાએ કંપનીના
પ્રોડક્ટને ડિઝાઈન કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી દિવ્યાંગ
વપરાશકર્તાઓને પણ વધુ સારી સેવા પ્રદાન કરી શકાય. આ કામમાં તેઓએ ઝેનની સેવા કરતા
મળેલા અનુભવોનો પણ ઉપયોગ કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઝેનને સંગીતનો
ખુબ જ શોખ હતો. મોટાભાગનું જીવન હોસ્પિટલમાં વિતાવ્યું ઝેન તેમનો મોટાભાગનો સમય
અમેરિકાના સિએટલ સ્થિત ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં વિતાવતા હતા. સેરેબ્રલ પાલ્સી (CP) વ્યક્તિના મગજના
અસાધારણ વિકાસને કારણે અથવા શરીરના એવા ભાગોને નુકસાન થાય છે જે હલનચલન અને
સંતુલનને નિયંત્રિત કરે છે. આ કારણે અસરગ્રસ્ત વ્યક્તિ સ્નાયુઓને સામાન્ય રીતે
ચલાવી શકતી નથી.
0 Comments