રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા
યુદ્ધની વચ્ચે ફેસબુકની પેરન્ટ કંપની Metaએ મોટો નિર્ણય લીધો છે. મેટા રશિયાની
મીડિયા RT અને Sputnikને યુરોપિયન યુનિયનમાં બ્લોક કરશે. મેટા પોતાનાં તમામ પ્લેટફોર્મ પર
રશિયાના સરકારી મીડિયા આઉટલેટ RT
અને Sputnik પર પ્રતિબંધ લગાવશે. યુરોપમાં માગણી થઈ
રહી છે. સરકારોએ મેટાને રશિયાનાં સરકારી મીડિયા પ્લેટફોર્મ્સ અંગે પગલાં લેવાની
વાત કહી છે. ક્લેગે જણાવ્યું હતું કે મેટા આ સમસ્યા પર સરકારો સાથે મળીને કામ કરી
રહ્યું છે.
ટ્વિટર અને ફેસબુકને અસર થઈ યુટ્યૂબે
રશિયાની મીડિયા ચેનલ્સને એસથી થતી કમાણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ
ગૂગલે પણ ઘણા પ્રકારનાં પગલાં લીધાં છે.
0 Comments