Ticker

6/recent/ticker-posts

યુક્રેનમાં રશિયાની સેનાનો સામનો કરવા માટે યુક્રેનની ફેક્ટરીમાં બિયરને બદલે હવે 'બોમ્બ' બની રહ્યા છે


યુક્રેનમાં વિનાશ વેરી રહેલી રશિયાના સૈનિકોને જવાબ આપવા હવે યુક્રેનના સામાન્ય નાગરિકો મેદાનમાં ઊતરી રહ્યા છે. યુવાનોએ હાથમાં બંદૂક લઈ લીધી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે પણ દેશવાસીઓને મોલોટોવ કોકટેલ પેટ્રોલ બોમ્બ બનાવવા માટે કહ્યું છે.

યુદ્ધની આ સ્થિતિમાં શરાબ બનાવતી કંપનીઓ ન પેટ્રોલ બોમ્બ બનાવી રહી છે. રશિયાના લશ્કરને જવાબ આપવા માટે બિયરને બદલે મોલોટોવ કોકટેલ બોમ્બ બનાવવાની કર્મચારીઓએ શરૂઆત કરી છે. મોલોટોવ કોકટેલ અંગે વાત કરતા એક કર્મચારીએ કહ્યું હતું કે કપડા સારી રીતે ભીજાઈ જાય તેવી રાહ જોવામાં આવે છે. જ્યારે તે ભીજાઈ જાય એટલે સમજી જવું કે મોલોટોવ કોકટેલ તૈયાર છે.



Post a Comment

0 Comments