સલમાન ખાન બોલિવૂડમાંબેચરલ તરીકે જાણીતો છે. જોકે તાજેતરમાં સો.મીડિયામાં સલમાન ખાન તથા
સોનાક્ષી સિંહાના લગ્નની તસવીરો વાઇરલ થઈ છે. તસવીર વાઇરલ થતાં જ ચાહકોને આંચકો
લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન તથા
સોનાક્ષી સિંહા વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળે છે. સલમાને જ 2010માં સોનાક્ષી સિંહાને ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડમાં લૉન્ચ કરી હતી. સોનાક્ષી સિંહા એક્ટરની દબંગટૂર પણ સાથે હોય છે.
સલમાન ખાન તથા સોનાક્ષી સિંહાના લગ્નની
તસવીરને ધ્યાનથી જોવામાં આવે તો તરત જ ખ્યાલ આવશે કે એ તસીવર ફોટો-શોપ્ટ કરેલી છે.
એ સાચી તસવીર નથી.સોનાક્ષી સિંહાના સંબંધો ફિલ્મ 'નોટબુક' ફેમ એક્ટર ઝહીર ઈકબાલ સાથે જોવાની
ચર્ચા છે. જોકે સોનાક્ષીએ કહ્યું હતું કે ઝહીર માત્ર ને માત્ર તેનો સારો મિત્ર છે.
0 Comments