Ticker

6/recent/ticker-posts

ગ્લોદિમિર જેલેંસ્કીએ કહ્યું- હું અને મારી ટીમ યુક્રેનમાં જ છીએ, દેશને બચાવનાર દરેક રક્ષક માટે ગૌરવ છે


  • રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ બધાની વચ્ચે એવી અફવા વહેતી થઈ હતી કે યુક્રેનના રાષ્ટ્રપતિ લોદિમિર જેલેંસ્કી દેશ છોડીને જતા રહ્યા છે. ત્યારે બ્લોદિમિર જેલેંસ્કીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો સંદેશ બહાર પાડીને કહ્યું હતું કે હું, મારો પરિવાર અને મારી ટીમ યુક્રેનમાં જ છીએ. અમે ક્યાંય જવાના નથી. ગ્લોદિમિર જેલેંસ્કીએ સંદેશામાં શું કહ્યું હતું. બધાને, ગુડ ઈવનિંગ. પાર્ટીના તમામ નેતાઓ અહીં છે. રાષ્ટ્રપતિની ઓફિસની ટીમના ટોચના નેતાઓ અહીં છે. વડાપ્રધાન ડેનિસ શ્મિહા પણ અહીં છે. યુક્રેનના રાષ્ટ્રપતિની ઓફિસ આ રહી. તમારા રાષ્ટ્રપતિ અહીં જ છે.
  • ગઈકાલે પણ ભાવુક વાત કરી હતી ગઈકાલે પણ જેલેંસ્કીએ તેમના ભાવુક સંદેશમાં કહ્યું કે, રશિયાની સરકાર મને ખતમ કરી દેવા માંગે છે. રશિયા મને ખતમ કરી દેવા માંગે છે જેલેંસ્કીએ કહ્યું કે, તેમણે નાટોના 27 યુરોપીય નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, શું યુક્રેન નાટોમાં સામેલ થશે. કોઈએ જવાબ નથી આપ્યો. દરેક લોકો ડરેલા છે.


Post a Comment

0 Comments