Ticker

6/recent/ticker-posts

'ગંગુબાઈ કાઠિયાવાડી'નું જર્મનીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે - આલિયા ભટ્ટ પણ સામેલ થશે

  • ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. આલિયા ભટ્ટ સ્ટારર 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને યુએઇ સર્ટિફિકેટ આપ્યું છે. બોર્ડે ફિલ્મમાં 4 મોડિફિકેશન કર્યા છે અને બે સીન ડિલીટ કરાવ્યા છે. ફિલ્મના બે ડાયલોગ્સના શબ્દો પણ રિપ્લેસ કર્યા છે.ફિલ્મમાં આલિયા ઉપરાંત અજય દેવગણ પણ લીડ રોલમાં છે.
  • ગંગુબાઈ કાઠિયાવાડી'માં મહિલા ડોનની ખાસ ભૂમિકા લોકપ્રિય ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મસંપૂર્ણપણે સ્ત્રી કેન્દ્રિત છે. આ ફિલ્મમાં એક મહિલા ડોનની કહાની છે. મહિલા પ્રધાન ફિલ્મની કહાની કાઠિયાવાડના એક સામાન્‍ય પરિવારની છોકરીની આસપાસ ફરે છે. લેખક એસ. હુસૈન ઝેદીની બુક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ'ના એક ચેપ્ટર પર આધારિત આ ફિલ્મમાં ગંગુબાઈની વાત કહેવામાં આવશે. 
  • ગંગુબાઈનું 60ના દાયકામાં મુંબઈ માફિયા વર્લ્ડમાં મોટું નામ હતું. કહેવાય છે કે તેમના પતિએ માત્ર 500 રૂપિયામાં તેમને વેચી દીધાં હતાં. ત્યારબાદ તેઓ વેશ્યાવૃત્તિમાં આવી ગયાં હતાં. આ દરમિયાન તેમણે મજબૂર યુવતીઓ માટે ઘણું જ સારું કામ કર્યું હતું.




Post a Comment

0 Comments