Ticker

6/recent/ticker-posts

બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિઘન - મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.


  • બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિઘન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લહેરી ઇન્ડસ્ટ્રીમાં તેમના અલગ અવાજ અને સંગીત માટે જાણીતા હતા. 1975માં આવેલી ફિલ્મ 'જખ્મી'થી તેમને ઓળખ મળી હતી. ભારતમાં પોપ સંગીત લાવવાનું શ્રેય બપ્પી લહેરીને જ અપાય છે.
  • હવે બપ્પી લહેરી વિશે આવી રહેલા આ સમાચાર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ઝટકાથી ઓછા નથી. હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, તેમની સારવાર છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી અને સોમવારે જ રજા આપવામાં આવી હતી. ડૉક્ટરનું કહેવું છે કે બપ્પી લાહિરીનું મૃત્યુ OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયા) નામની બીમારીને કારણે થયું છે. પીટીઆઈ સાથે વાત કરતાં હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામજોશીએ કહ્યું, 'લહેરી જીને એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે તેમને રજા પણ આપવામાં આવી હતી. 
  • મંગળવારે તેમની તબિયત અચાનક બગડતાં પરિવારજનોએ ડૉક્ટરને ઘરે આવવા કહ્યું હતું. ત્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ પછી તેમની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
  • બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોકટરો અનુસાર, કોવિડ પછી બપ્પી દાને પણ ઘણી મુશ્કેલીઓ થઈ રહી હતી. ગયા વર્ષે પણ તેમને કોરોના થયો હતો અને તેમની તબિયત બગડી ગઈ હતી. ગઈકાલે ફરીથી બપ્પી લાહિરીની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 

Post a Comment

0 Comments