Ticker

6/recent/ticker-posts

IPL ઓકશનર હ્યુજ એડમિડસ મંચ પરથી ઢળી પડયા - તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.

 

નવી દિલ્હીઃ IPL મેગા ઓક્શન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ઓકશનમાં હ્યુજ એડમિડ્સ જ્યારે વનિન્દુ હસરંગા બોલી ચાલી રહી હતી ત્યારે તે બેભાન થઈને સ્ટેજ પરથી પડી ગયા છે. અત્યારે મેડિકલ સ્ટાફ તેમની સારવાર કરી રહી છે. આ દુર્ઘટના ઘટતા મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા છે અને ઓક્શનને તાત્કાલિક રોકી દેવાયું છે.

હ્યુજ એડમિડસ એ કરેલી હરાજી:- 

  • 2008માં આઈપીએલની શરૂઆતથી લઈને 2018 સુધી આ ટી20 લીગની હરાજીની જવાબદારી રિચર્ડ મેડલીએ નિભાવી હતી.
  • 2019થી આ ભૂમિકા નિભાવી રહ્યા છે બ્રિટનના હ્યુજ એડમિડ્સ. હ્યુજ એડમિડ્સ ઈન્ટરનેશનલ ફાઈન આર્ટ, ક્લાસિક કાર અને ચેરિટી ઓક્શનર રહ્યા છે.
  • એક પ્રોફેશનલ ઓક્શનર તરીકે તેઓ અત્યારસુધીમાં 2.7 અબજ પાઉન્ડની કિંમતવાળા 3 લાખથી વધુ સામાનની હરાજી કરાવી ચૂક્યા છે.
  • પોતાની 36 વર્ષના કરિયરમાં એડમિડ્સે દુનિયાભરમાં 2500થી વધુ હરાજી કરાવી છે.
  • એડમિડ્સ ચેરિટી હરાજી માટે દુબઈ, હોંગકોંગ, કાસાબ્લાન્કા, ન્યૂયોર્ક, મુંબઈ, લોસ એન્જલસ અને ટોક્યો સહિત 30થી વધુ શહેરોની મુલાકાત લઈ ચૂક્યા છે.
  • એડમિડ્સ આઈપીએલની હરાજી અગાઉ પેઈન્ટિંગથી લઈને આર્ટ અને ફિલ્મો સુધીની હરાજી કરાવી ચૂક્યા છે.
  • તેઓ બ્રિટનના રાજકુમારી માર્ગારેટ અને એક્ટ્રેસ એલિઝાબેથ ટેલરની ચીજોની પણ હરાજી કરાવી ચૂક્યા છે.


Post a Comment

0 Comments