IPL 2022 મેગા ઓક્શનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે 1માં 10 ટીમો રમશે. લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ એમ બે નવી ટીમો જોડાઈ છે. આ ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ IPL 2022માં રમશે. આ ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે શ્રેયસ અય્યરને ખરીદવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ છેવટે KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ)એ 12.25 કરોડમાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે ટાઈટન્સની નજર પોતાની ટીમ માટે આક્રમક બેટ્સમેન ખરીદવા પર રહેશે.
ટીમના પાર્ટનર સિધાર્થ પટેલે નામને લઈને વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત ટાઈટન્સને લઈને અમે ઘણું રિસર્ચ કર્યું. અમે આ માટે એક એજન્સી હાયર કરી હતી. અમારી કોશિશ હતી કે અમે ગુજરાતની ઈમેજને કેવી રીતે રજૂ કરી શકીએ. ટીમના કેપ્ટન હાર્દિકે પણ કહ્યું હતું કે મારો પરિવાર ગુજરાતમાં છે અને અમે ગુજરાતમાં રહીએ છીએ.
0 Comments