Ticker

6/recent/ticker-posts

શ્રેયસ ઐય્યરને કોલકાતાએ 12.25 કરોડમાં ખરીદ્યો - અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી

આઇપીએલ ની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા, પરંતુ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.

પ્રીતી ઝિંટા ઓક્શનમાં હાજરી નહીં આપે મેગા ઓક્શન પહેલા બોલિવૂડની અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાની તસવીર શેર કરી લખ્યું છે કે IPL ઓક્શન હું 2ની હરાજી જોવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. આ વખતે હરાજીના બદલે ક્યૂટ બેબી સાથે સમય વિતાવી રહી છું, જે ખૂબ જ આનંદની વાત છે. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે અને પંજાબ કિંગ્સની નવી ટીમની રાહ જોઈ શકતી નથી.

જે 10 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં એરોન હાર્ડી, લાન્સ મોરિસ, નિવેથાન રાધાકૃષ્ણન, અગ્રિવેશ અયાચી, હાર્દિક તૈમોર, નીતીશ કુમાર રેડી, મિહિર હિરવાણી, મોનુ કુમાર, રોહન રાણા, સાંઈરાજ પાટીલનો સમાવેશ થાય છે.

દરેક ટીમ પાસે હરાજી માટે 90 કરોડ હતા. એમાંથી હરાજી પહેલાં ખેલાડીઓને જાળવી રાખવા અથવા સાઇન કરવા પાછળ ખર્ચવામાં આવતી રકમ ઘટાડવામાં આવશે અને બાકીની રકમનો ઉપયોગ ટીમો દ્વારા હરાજીમાં ભાગ લેવા માટે કરવામાં આવશે.

IPL ની આ હરાજીમાં ઘણા સ્ટાર ખેલાડીઓ જોવા મળશે નહીં. ઈન્ટરનેશનલ ક્રિકેટના ફેમસ પ્લેયર રહેલા આ ચહેરાઓએ IPL માં પણ પોતાની છાપ છોડી છે, જેમાં કિસ ગેલ, બેન સ્ટોક્સ, મિચેલ સ્ટાર્ક, ઝે રિચર્ડસન, કાયલ જેમિસન, સેમ કુરન, ટોમ કુરન, ડેન ક્રિશ્ચિયન, જો રૂટ, કિસ વોક્સ, ટોમ બેન્ટન અને મેટ હેનરીનો સમાવેશ થાય છે.

Post a Comment

0 Comments