રશિયાએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત
કરી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેરો પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર
વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે.
પુતિને કહ્યું, અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. પોતાના ઈમર્જન્સી સ્પીચમાં
પુતિને કહ્યું હતું કે આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. તેમણે લાલ
રેખા પાર કરી નાખી છે. તેમણે કહ્યું કે યુક્રેન નિયો-નાઝીને સમર્થન કરી રહ્યું છે,
તેથી અમે વિશેષ લશ્કરી ઓપરેશન શરૂ કરી દીધુ છે.
પુતિને યુક્રેનના સૈનિકોને કહ્યું-
તમારા હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને
પણ સંબોધ્યા હતા. એસ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળ્યા રશિયા અને યુક્રેન
વચ્ચે વધતા યુદ્ધના જોખમ વચ્ચે આજે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ફ્રાન્સના
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી.
0 Comments