Ticker

6/recent/ticker-posts

શાહરૂખની દિકરી સુહાના ખાન પુત્ર આર્યન ખાન અને જહાનવી મહેતા પહેલીવાર ઓક્શનમાં સાથે જોવા મળ્યા.


ઈન્ડિયન પ્રીમિયર લીગના બે દિવસના મેગા ઓક્શનમાં દરેક ટીમના માલિક, મેટર અને કોચ બેંગલુરુમાં હાજર રહ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કો- ઓનર શાહરૂખ ખાનનો દિકરો આર્યન ખાન અને દિકરી સુહાના ખાન પણ હાજર રહ્યા હતા. તેમની સાથે જુહી ચાવલાની દિકરી જહાનવી મહેતા પણ હાજર રહી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી તેમના CEO વેન્કી મૈસૂરની સાથે એક જ ટેબલ પર બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો દિકરો આર્યન ખાન અને દીકરી સુહાના ખાન દેખાયા હતા.

KKR એ શ્રેયસ અય્યરને 12.25 કરોડમાં ખરીદ્યો નોંધનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સે IPL ની 15મી સિઝનમાં આંદ્રે રસેલને 12 કરોડ, વરુણ ચક્રવક્તીને 8 કરોડ, વેંકેટેષ અય્યરને 8 કરોડ અને સુનીલ નરેલનને 6 કરોડમાં ખરીદ્યા હતા. કેકેઆરની ટીમ હવે વધેલા 48 કરોડના બજેટ સાથે 21 સ્પોટ માટે નવા ખેલાડીઓને ખરીદવા માટે ઓક્શનમાં ઉતરી છે. આ ઓક્શનમાં પણ કેકેઆરએ શ્રેયસ અય્યરને 12.25 કરોડમાં ખરીદ્યો છે.


Post a Comment

0 Comments