રણજી ટ્રોફીની સીઝન રદ કરાઈ હતી. જોકે
હવે2022માં ફરીથી આનું
આયોજન થતાં ભારતનીઅંડર-19 વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓને સારી તકમળી છે. અહીં U19 ટીમના કેપ્ટન
યશ ધુલે ડેબ્યુ મેચમાંસદી ફટકારી હતી તો બીજી બાજુ રાજ બાવાએ પહેલા બોલ પર જ વિકેટ લીધી
હતી.
યશ ઘુલ જ્યારે 97 રનના સ્કોરપર હતો ત્યારે તેણે એક પુલ શોટ માર્યો હતો. તેવામાંફિલ્ડરે આનો સરળ કેચ પકડી લીધો હતો, જોકે આદરમિયાન
રિપ્લેમાં જોવા મળ્યું કે બોલરે નો-બોલ ફેંક્યોહતો અને તેથી જ
યશને 97 રનના સ્કોર પર એકમહત્ત્વપૂર્ણ જીવનદાન મળી ગયું હતું.
દિલ્હીથી રમતા સમયે પોતાની ડેબ્યુ
મેચમાં યશેતામિલનાડુ વિરુદ્ધ પોતાની રણજી ટ્રોફીની સફર શરૂકરી હતી. આ દરમિયાન ધુલે તામિલનાડુ સામે 133 બોલમાં પોતાની
સદી પૂરી કરી ડોમેસ્ટિક ક્રિકેટની શાનદારઈનિંગની શરૂઆત કરી હતી.
0 Comments