Ticker

6/recent/ticker-posts

સિંધિયાએ કહ્યુંઆજે 19 ફ્લાઈસથી 3726 ટુડન્ટ્સ ભારત આવશે


  • ઓપરેશન ગંગા અંતર્ગત 3726 ભારતીયોને લઈને આજે 19 ફ્લાઈટ આવશે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી છે. તેમણે આઠ ફ્લાઈટની વિગત આપતા જણાવ્યું કે 2 ફ્લાઈટ સસિવા, 1 કોસિસે, 5 બુડાપેસ્ટ અને 3 ફ્લાઈટ રેજેજથી આવશે. ઈન્ડિયન એરફોર્સે ભારતીયોને કાઢવા માટે વધુ 3 ફ્લાઈટ મોકલવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે બપોરે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી 183 ભારતીયોને લઈને ફ્લાઈટ મુંબઈ પહોંચી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય ટુડન્ટ્સને ભારત લાવવાના ઓપરેશન ગંગા અંતર્ગત 200 ભારતીયોને લઈને એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન ગુરુવારે સવારે હિંડન એરબેઝ પર આવી પહોંચ્યું છે. વિમાને રોમાનિયાના બુખારેસ્ટથી ઉડાન ભરી હતી. અત્યાર સુધીમાં 4 ગ્લોબમાસ્ટરથી 808 ભારતીય પરત ફર્યા છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે મુસાફરોનું સ્વાગત કર્યું છે. બીજી તરફ રશિયાની એમ્બેસીએ દાવો કર્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને યુક્રેન માનવીય કવચ તરીકે તેમનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હજી સુધી આવો કોઈ જ રિપોર્ટ મળ્યો નથી.
  • PM મોદીની પુતિન સાથે વાત આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી. મોદીએ યુદ્ધવાળા વિસ્તાર પાર્કિવમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લેવાનો મુદ્દો ઉઠાવ્યો.


Post a Comment

0 Comments